નગાવલાડીયા ગ્રામ પંચાયત

કચ્છ જિલ્લા અંજાર તાલુકાની દક્ષિણ બાજુએ સમુદ્ર તટે આવેલું નગાવલાડીયા ગામ 1500 વસ્તી ધરાવે છે. નગાવલાડીયા ગામના અક્ષાંશ 23.3, રેખાંશ 72.63 છે. મુખ્યત્વે આહિર,દલિત,રાવલ,ગૌસ્વામી,સુથાર,મુસ્લિમની વસ્તી ધરાવતા ગામમાં 95% વસ્તી આહિર બક્ષીપંચ (OBC)ની છે.ખેતી,પશુપાલન અને વાહન ચાલકના વ્યવસાય સાથે જોડાયેલા આ ગામમાં વરસાદ આધારીત ખેતી થાય છે. મુન્દ્રા પોર્ટથી 35 કિ.મી. તેમજ કંડલા પોર્ટથી 45 કિ.મી. દૂર આવેલા ગામમાં ઉચ્ચ શિક્ષિત વર્ગનું પ્રમાણ સામાન્ય છે. ગામના લોકોની ભાષા ગુજરાતી છે.

નગાવલાડીયા ગામમાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ

[1] નગાવલાડિયા ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ

[2] શ્રીમતી જમનાબેન સધાભાઈ રામજીભાઈ કાનગડ તથા તેજાભાઈ રમાભાઇ દાનાભાઈ કાનગડ ટ્રસ્ટ

[3] શ્રી મુરલી મનોહર મંદિર, ઠાકર મંદિર, રામ મંદિર અને મહાદેવ શંકર મંદિર ટ્રસ્ટ

[4] શ્રી મહાદેવ શંકર જાગેસ્વર હિંગળાજજી ડેરી મંદિર ટ્રસ્ટ

[5] શ્રી જમણાબા સ્પોર્ટ્સ ટ્રસ્ટ

નગાવલાડીયા ગામમાં આવેલ સહકારી મંડળીઓ

[1] નગાવલાડીયા સેવા સહકારી મંડળી

[2] નગાવલાડીયા બચત અને ધિરાણ સહકારી મંડળી

[3] નગાવલાડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી

[4] નગાવલાડીયા મીઠા  ઉત્પાદક સહકારી મંડળી

માળખાકીય સુવિધા

પ્રાથમિક શાળા,આંગણવાડી,બાગ-બગીચા,રમતગમતનું મેદાન,નર્સિંગ હોમ,મમતા ઘર જેવી અનેક સુવિધા ઉપલબ્ધ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *